જામનગર : મેઘરાજા નવરાત્રીના રંગમાં પાડશે ભંગ, રવિવારે સવારથી વરસી રહયો છે વરસાદ

New Update
જામનગર : મેઘરાજા નવરાત્રીના રંગમાં પાડશે ભંગ, રવિવારે સવારથી વરસી રહયો છે વરસાદ

જામનગરમાં છેલ્લા 3 દિવસ ના વરસાદના પગલે આજથી શરૂ થતાં માતાજીના નવલા નોરતા પહેલાં ગરબી મંડળમાં ભારે નુકશાની જોવા મળી હતી. ગરબીના આયોજકો ગરબી ના આયોજન ને લઈ ભારે ચિંતામાં મુકાઇ ગયા છે.

જામનગર માં છેલ્લા 3 દિવસ થી અવિરત વરસાદ ચાલુ છે ત્યારે માતાજીના નવલા નોરતા ની આજથી શરૂઆત થઈ રહી છે. આજે પ્રથમ નોરતું છે ત્યારે જામનગરમાં આજે વહેલી સવારથી મેઘરાજાના આગમન ના પગલે ગરબી મંડળના આયોજકો ભારે ચિંતામાં મુકાયા છે. જામનગર ના લીમડા લાઇન વિસ્તાર માં છેલ્લા 59 વર્ષ થી યોજાતી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ ના સ્ટેજ આસપાસ ગોઠણભર પાણી ભરાયાં છે. આ ગરબી ના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું કે જો સાંજ સુધી વરસાદ ચાલુ રહેશે તો કદાચ પહેલું નોરતું રદ કરવું પડે આ ઉપરાંત જામનગરમાં નાની મોટી 400 જેટલી ગરબી નું આયોજન કરવામાં આવે છે. વરસાદના કારણે ઇલેકટ્રોનીક સાધનોને પણ નુુકશાન થયુું હોવાનું જાણવા મળી રહયું છે.

Latest Stories