જામનગર : સશસ્ત્ર સીમા બલનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો

New Update
જામનગર : સશસ્ત્ર સીમા બલનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો

જામનગર માં સશસ્ત્ર સીમા બલ દ્વારા દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

જામનગરમાં સશસ્ત્ર સીમાબલ દ્વારા આજે દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે માનવ અધિકાર જયપુરના મહા નિરીક્ષક ભુપેન્દ્ર શાહુ ઉપસ્થિત રહ્યા હતાં. રાજસ્થાન પોલીસના બી.આર.ટી.એસ. પ્રથમ બેચના આ દીક્ષાંત પરેડ સમારોહમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ સમારોહમાં રાજસ્થાનના 245 જવાનોને ટ્રેનીંગ આપવામાં આવી હતી. મુખ્ય અતિથિ દ્વારા પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. જવાનો દ્વારા સમારોમાં હેરતભર્યા કરતબો રજૂ કર્યા હતાં. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Latest Stories