/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-221.jpg)
જામનગર મહાનગર પાલિકા દ્વારા આજે શેહરની મુખ્ય પોસ્ટ ઓફિસનો લાખો રૂપિયાનો મિલકત વેરો બાકી હોય, મુખ્ય પોસ્ટ ઓફિસને સીલ મારવામાં આવ્યું હતું. સાથો સાથ જેટલી ભાડાથી ચાલતી પોસ્ટઓફિસો છે. તેનો પણ મિલકત વેરો બાકી હોવાથી આ તમામ સરકારી પોસ્ટઓફિસને સીલ મારવામાં આવશે
જામનગર ની બે સરકારી કચેરીઓ આમને સામને આવી છે. જામનગર મહાનગર પાલિકાના મિલકત વેરા શાખા દ્વારા શહેરના દરબારગઢ પાસે આવેલ મુખ્ય પોસ્ટઓફિસનો લાખો રૂપિયાનો મિલકત વેરો બાકી હોવથી પોસ્ટ ઓફિસને તાળાં મારી સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા ના આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળ ના જણાવ્યા પ્રમાણે શહેર ની મુખ્ય પોસ્ટઓફિસ નો 42.57 લાખ રૂપિયાનો મિલકતવેરો બાકી છે. જ્યારે અન્ય ભાડાથી ચાલતી પોસ્ટ ઓફિસ નો 40 લાખ રૂપિયા ટોટલ 82 લાખ જેટલો મિઉલકાટ વેરો બાકી હોય જે પોસ્ટ ઓફિસ ના ઉચ્ચ અધિકારીઓએ સાથે અનેક વખત પત્રવ્યવહાર અને મિટિંગો કર્યા બાદ પણ ભરપાઈ ના કરતાં જે.એમ.સીએ આજે સવારે સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઇન મુજબ દરબારગઢ પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને તાળાં મારી સીલ મારવામાં આવ્યું હતું. તેમજ ભાડાથી ચાલતી અને વેરો ના ભરતી બાકીની પોસ્ટ ઓફિસોને પણ સીલ કરાશે.