જામનગરમાં સૌરાષ્ટ્ર કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, 33 સ્પર્ધાઓ થશે

New Update
જામનગરમાં સૌરાષ્ટ્ર કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, 33 સ્પર્ધાઓ થશે

જામનગરમાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર કક્ષાનાં યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર મધ્યે આવેલા ટાઉનહોલમાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર કક્ષાનાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય યોજાયેલા આ કાર્યક્રમમાં બે દિવસમાં ૩૩ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના યુવા મહોત્સવમાં લોકનૃત્ય, સમૂહગીત, ભારતનાટ્યમ, કથક, લગ્નગીત, લોકગીત, ભજન, લોકવાર્તા, દુહાછંદ, ચોપાઈ, વકતૃત્વ , શીઘ્ર વકતૃત્વ, નિબંધ તેમજ એક પાત્ર અભિનય, મણિપુરી, કુચીપુડી, ઓડીસી એકાંકી વગેરે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કૃષિમંત્રી આર.સી.ફળદુ, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા, કમિશનર આર.બી બારડ, મેયર હસમુખ જેઠવા, જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિક ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories