જદસણ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં 50 હજારથી વધુ રોકડની હેરાફેરી પર પાબંદી

New Update
જદસણ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં 50 હજારથી વધુ રોકડની હેરાફેરી પર પાબંદી

જસદણ વિધાનસભાની પેટા ચુંટણી જાહેર થતાની સાથે જ જસદણ મત વિસ્તારમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેને લઇ જીલ્લા ચુંટણી પંચ પણ સક્રિય થઇ ગયું છે. પેટા ચુંટણી જાહેર થતાં રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા જસદણ વિસ્તારમાં 50,૦૦૦ થી વધુ રોકડ રકમ ની હેરફેર પર પાબંધી લાધી છે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી પાબંદી હેઠળ ઉમેદવાર કે પક્ષ દ્વારા ચુંટણીના કામે લેવાતા વાહનની વિગત રજીસ્ટ્રેશન કરાવવી ફરજિયાત રહેશે. ચુંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો પ્રસિધ્ધ નહીં કરવા સહીતના ૧૦ જેટલા જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. પેટા ચુંટણીને ધ્યાને રાખી ચુંટણીપંચ દ્વારા ૩ ફ્લાઈંગ સ્કવોડ પણ બનાવવામાં આવી છે. સાથે જ ચુંટણી પંચ દ્વારા જસદણ વિસ્તારમાંથી ૧૧૦ પોસ્ટર , 50 દીવાલ પરના લખાણો , ૫૮ બેનર અને ૧૩૪ અન્ય પ્રકારની સામગ્રી દુર કરવામાં અવી છે.

Latest Stories