Connect Gujarat
ગુજરાત

જેતપુર : સૌરાષ્ટ્રમાં તુવેર કૌભાંડ બાદ સામે આવ્યું ખાતર કૌભાંડ

જેતપુર : સૌરાષ્ટ્રમાં તુવેર કૌભાંડ બાદ સામે આવ્યું ખાતર કૌભાંડ
X

રાજકોટ ના જેતપુર માં GNFC ના સરદાર DAP ખાતર માં 500 થી 1.50 કિલો ખાતર ની બોરી માં વજન ઓછું નીકળતા ખેડૂત સમાજ તેમજ કિશાન કોંગ્રેસ એ ગોડાઉન માં રેડ કરતા બધી બોરી માં આજ હાલત જોવા મળી હતી.

રાજકોટ ના જેતપુર માં ગઈ તા.6.5 ના રોજ ખેડૂત ચેતનભાઈ દવારા DAP સરદાર ખાતર કિશન સુવિધા કેન્દ્ર ખાતે થી ખરીદ કરેલ હતી અને ખેડૂત દ્વારા પોતાના ઘરે આવી 40 બોરી ની તોલ કરવામાં આવતા તમામ બોરી નો વજન 500 ગ્રામ થી પણ ઓછો લાગતા તેને ગુજરાત ખેડૂત સમાજ ને જાણ કરતા આ તમામ કૌભાંડ બહાર આવ્યો હતો.

એક ખાતર ની બોરી માં 50.120 ગ્રામ વજન હોવું હોઈએ પણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત ના ઘરે જોઈ તમામ બોરી નો તોલમાપ કરતા બોરી માં 500 થી 900 ગ્રામ ખાતર ની ઘટ આવી હતી અને તમામ ખેડૂત સમાજ ખાતર કેન્દ્ર પર જઇ તપાસ કરતા ત્યાં પણ તમામ બોરી માં વજન ઓછો જોવા મળતા ખેતીવાડી અધિકારી તોલમાપ અધિકારી તેમજ મામલદાર ને જાણ કરવામાં આવી હતી.ખેડૂત સમાજની ટીમ દવારા ગોડાઉન ની એક એક બોરી લઈ તાપસ કરતા 1.5 કિલો સુધી એક બોરી માં વજન ઓછું નીકળ્યું હતું

DAP ખાતર માં વજન ઓછો હોવાનું GSFC ના ડેપો સંચાલકે પણ સ્વીકારવું પડ્યું કે તેના દ્વારા જે ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું હતું તેમાં વજન ઓછો ની ફરિયાદ તેમને મળેલ છે અને ઉપર ના અધિકારી ને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી.

Next Story