Connect Gujarat
દેશ

ઝારખંડ: પહેલા પ્રચંડ જીત હવે મંત્રીની સીટ, ગઠબંધનમાં કોને કેટલા મંત્રી અને કયું સ્થાન?

ઝારખંડ: પહેલા પ્રચંડ જીત હવે મંત્રીની સીટ, ગઠબંધનમાં કોને કેટલા મંત્રી અને કયું સ્થાન?
X

હેમંત સોરેનના નેતૃત્વ

હેઠળ નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યા પછી હવે સવાલ એ છે કે હેમંત સોરેનની

પ્રધાનમંડળમાં કયા ચહેરાઓને શામેલ કરી કરવામાં આવશે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો છે. જ્યાં મુખ્યમંત્રી સહિત મહત્તમ 12 પ્રધાનો હોઈ શકે છે.

ઝારખંડ રાજ્યની રચનાના

19 વર્ષ પછી પ્રથમ વખત, પ્રિપોલ ગઠબંધન સંપૂર્ણ બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી

શક્યું છે. પહેલી વાર એવું બન્યું કે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં

રઘુવરદાસના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી અને બીજી તરફ હેમંત સોરેનના નામે મહાગઠબંધન

લડયું, પણ બાજી સોરેન મારી ગયા. 2014ની ચૂંટણીમાં 19

બેઠકો પર જીત મેળવનાર ઝારખંડ મુક્તિ મોરચાને 30 બેઠકો ફળી, જ્યારે કોંગ્રેસે પણ 16 બેઠકો સાથે અત્યાર સુધીની સૌથી મોટો વિજય

નોંધાવ્યો.

ઝારખંડની જનતાએ લાલુ

પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળને તેના કદ પ્રમાણે એક બેઠક આપી છે. હેમંત સોરેનના

નેતૃત્વ હેઠળ નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યા પછી હવે સવાલ એ છે કે હેમંત

સોરેનના મંત્રી મંડળમાં કયા ચહેરાઓને શામેલ કરવામાં આવશે. ઝારખંડમાં કુલ 81

વિધાનસભા બેઠકો સાથે મુખ્યમંત્રી સહિત મહત્તમ 12 પ્રધાનો હોઈ શકે છે.

JMMનાં

6 પ્રધાનો રહેશે

સંભાવના છે કે સૌથી

મોટી પાર્ટી તરીકે ઊભરી ઝારખંડ મુક્તિ મોરચાનાં ખાતામાં મુખ્યમંત્રી સહિત 6

મંત્રીઓ જઈ શકે છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 5 મંત્રી અને એક RJD નાં પ્રધાન પણ બની શકે છે. કોંગ્રેસ તરફથી વિધાનસભા સ્પીકર પદ પણ

માંગવામાં આવી શકે છે. આ સૂત્ર પણ સચોટ રીતે બંધ બેસે છે. મંત્રીમંડળનું માળખું

તૈયાર કરવામાં ક્ષેત્ર, જાતિ અને ધર્મનું પણ ધ્યાન

રાખવામાં આવે છે, આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રાજ્યના પાંચ વિભાગમાં JMMનું પ્રદર્શન જોઈએ તો કોલ્હનમાં પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીણે ક્લીન સ્વીપ

કરી છે. જેથી આ ક્ષેત્રના ઓછામાં ઓછા બે ધારાસભ્યો હેમંત સરકારનાં મંત્રીમંડળમાં

જોડાવાની શક્યતા છે.

Next Story