/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/16191817/maxresdefault-207.jpg)
સૌરાષ્ટ્રમાં હાલ ગાત્રો થીજાવતા ઠંડી પડી રહી છે. લોકો તાપણા, રૂમ હીટર અને ગરમ કપડાનો સહારો લઇ રહ્યા છે, ત્યારે સક્કરબાગમાં વસતા વન્યજીવોને ઠંડીથી બચાવવા તેમજ સુરક્ષા આપવા માટે ઝૂના સત્તાધીશોએ ખાસ વ્યવસ્થા કરી છે.
હાલમાં શીયાળાની મોસમ પુર બહારમાં આવી ગઈ છે. લોકો ઠંડીથી બચવા કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આવા સંજોગોમાં જુનાગઢ સક્કરબાગ ઝૂ દ્વારા વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા કરવમાં આવી છે. જેમાં પક્ષીઓ માટે પીંજરા ઉપર નેટ પાથરવામાં આવી છે. તો હિંસક પ્રાણીઓ માટે હિટર ગોઠવી દેવામાં આવ્યા છે. શિયાળાના કારણે પ્રાણીઓના ભોજનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માંસાહારી પ્રાણીઓના ભોજનમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે માંસાહારી પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે. ઉપરાંત કેટલાક પાંજરાની અંદર માટલામાં લેમ્પ ગોઠવાયેલા જોવા મળે છે. જેમાં બહારના તાપમાન કરતા 5થી 6 ડીગ્રી તાપમાન વધુ રહે જેથી સરિસૃપોને પણ શિયાળાની કડકડતી ઠંડી સામે રાહત મળે તેમ છે.