જુનાગઢ ખાતે રાજ્યની પ્રથમ અને દેશની છઠ્ઠી ‘કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ’ની કચેરીનું કેન્દ્રીય કૃષિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ નારિયેળ દિવસના અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જુનાગઢ શહેરના સરદાર બાગ ખાતે રાજ્યની પ્રથમ અને દેશની છઠ્ઠી ‘કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ’ની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેરળના કોચી ખાતે ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું, અને વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
