જૂનાગઢ: નવા પ્રમુખની વરણીને લઇ ૩૪૨ કોંગ્રેસીઓનાં રાજીનામા!!!

New Update
જૂનાગઢ: નવા પ્રમુખની વરણીને લઇ ૩૪૨ કોંગ્રેસીઓનાં રાજીનામા!!!

ફેર વિચારણા કરી, સેન્સ લઇ પછી નિમણૂંક કરવામાં આવે

જૂનાગઢ શહેર (જિલ્લા)કોંગ્રેસ પ્રમુખ સતિષ કેપ્ટનને દૂર કરી વિનુભાઇ અમીપરાને શહેર કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવતા કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. દરમીયાન શનિવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સંગઠનના ૯૩ અને બુથજન મિત્રોના ૨૪૯ મળી કુલ ૩૪૨ કોંગ્રેસીઓએ નવા પ્રમુખની નિમણૂંકના વિરોધમાં રાજીનામાં ધરી દીધા હતા.

આ અંગે શહેર કોંગ્રેસના પ્રવકતા અને મહામંત્રી કાન્તીભાઇ બોરડે જણાવ્યું હતું કે વિનુભાઇ અમીપરાની નિમણૂંક સામે વિરોધ નથી, વિરોધ છે પ્રદેશ કોંગ્રેસ સમિતીની પદ્ધતિ સામે. કોઇ પણ જાતની સેન્સ લેવામાં આવી નથી કે કાર્યકર્તાઓે પૂછવામાં આવ્યું નથી, પ્રભારીને પૂછવામાં આવ્યું નથી અને પેરાશૂટની માફક ઉતારી દીધા તેમની સામે વાંધો છે. પ્રવિણભાઇ ટાંકના અવસાન બાદ સતિષ વિરડાને ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને બાદમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ૬-૬ વખત સેન્સ લીધા બાદ તેમની નિમણૂ઼ંક કરી હતી.જયારે વિનુભાઇ અમિપરાની યોગ્ય પદ્ધિત વગર પ્રમુખ તરીકે નિમણૂ઼ંક કરવામાં આવી હોય તેમની સામે વિરોધ દર્શાવવા રાજીનામાં આપવામાં આવ્યા છે અને ફેર વિચારણા કરી, સેન્સ લઇને પછી નિમણૂ઼ંક કરે તેવી તમામ કોંગ્રેસીઓની માંગ છે.

Latest Stories