/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-138.jpg)
જૂનાગઢમાં અનરાધાર વરસાદને લઈને શહેરમાં વૃક્ષ ધરાસઈ, કાર તણાવવાની તેમજ સ્કૂલ બસ ફસાવાની ઘટનાઓ બની હતી.
ગુજરાત ભરમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે જૂનાગઢમાં પણ ગત દિવસથી ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક ડેમો, નદીઓ અને તળાવો છલોછલ થયા છે. ગિરનારમાં ભારે વરસાદને લઈ દામોદર કુંડ, સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યા હતા, તો બીજી તરફ વિલિંગડન ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. કાળવા, ખડીયા, ઓઝત જેવી નદીઓ પણ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી હતી.
જૂનાગઢના ભવનાથમાં આવેલ કાશ્મીરી બાપુની જગ્યા પાસે ઘોડાપુર આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડતા તેમની કાર તણાય હતી. જૂનાગઢ મહાનગર પાલિકાના ફાયર સાખાની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. તેમજ વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ થયું હતું.
તો બીજી તરફ ઝાંઝરડા રોડ પર આવેલ રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ ફસાઈ હતી. સ્કૂલ બસમાં 20થી 25 જેટલા વિદ્યાર્થીઓ સવારહતા, ત્યારે સ્કૂલ બસ ફસાતા સ્થાનિક લોકો દ્વારા રેસ્કયુ કરી બસને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.
ઉપરાંત જૂનાગઢ-મેંદરડા રોડ ઉપર એક મહાકાય વૃક્ષ ધરાસાઈ થયું હતું. જેના કારણે રોડ પરથી પસાર થતી એક કારનો કૂચડો થયો હતો, સમગ્ર ઘટનામાં સદનસીબે કારમાં બેસેલા પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો.