/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-57.jpg)
જુનાગઢના બિસ્માર રસ્તાઓ બાબતે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવા માટે સ્થાનિક રહીશોએ આંદોલનના મંડાણ કર્યા છે. લોકોએ ઝાંઝરડા બાયપાસ પાસે ચક્કાજામ કરી ભારે નારેબાજી કરી હતી.
ચોમાસામાં જુનાગઢ તથા આસપાસના વિસ્તારના રસ્તાઓ બિસ્માર બની જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલભાઈ શેખડાની આગેવાનીમાં શનિવારે સવારે મધુરમ ચોકડી વિસ્તારમાં ચકકાજામ કરી દીધો હતો. લોકોએ રસ્તા પર સુઇ જઇને તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો હતો. ચક્કાજામ કરવા સમયે વાહનચાલકો પણ તેમના વાહનોના રસ્તાની વચ્ચે ઉભા રાખી આ આંદોલનમાં જોડાયા હતા જૂનાગઢના એક પણ રસ્તો એવો નથી કે ત્યાં ખાડા ન હોય.જૂનાગઢમાં છેલ્લા પાંચ મહિનાથી લોકો ખરાબ રસ્તાઓના કારણે યાતનાઓ વેઠી રહયાં છે. મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હવે જો રોડ-રસ્તા ટૂંક સમયમાં નહીં બને તો હવે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.