/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-49.jpg)
હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે અને ત્યારે લોકો વરસાદની મજા માણતા હોય છે. પરંતુ ગીરના તાલાલામાં કંઈ અનોખા નઝારા જોવા મળ્યા. તાલાળા જાંબુર ગીર પંથકના સિદી કોમના લોકો વહેતી નદીમાં છલાંગ લગાવતાં જોવા મળી રહયાં છે.
જી હા વાત કરવા જઈએ તો ગુજરાતમાં પણ એક મીની આફ્રિકા આવેલું છે. તેને લોકો તાલાળા જાંબુર ગીરથી ઓળખી રહ્યા છે. ત્યારે ચોમાસાની સિઝનમાં તાલાલામાં વરસાદને લીધે નદીઓ ઘોડાપૂર જતી હોય છે અને તે નદીઓમાં ત્યાંના સ્થાનિક સીદી કોમના લોકો નદીની અંદર ઘોડાપૂર હોવા છતાં પણ નદીમાં છલાંગ લગાવી રહ્યા છે. આ વીડિયો જોઈને તો આપ પણ ચોકી ગયા હશો કે શું નજારો હતો, અને આ કોઈ ઘટના નથી પરંતુ આ તે સિદ્દિ બાદશાહઓના કમાલ છે. દર વર્ષે આવા જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ચોમાસામાં જ્યારે નદીઓ ઘોડાપૂર જતી હોય છે. ત્યારે તે લોકો તેમનું મન મૂકી નદીઓમાં છલાંગ લગાવી રહ્યા છે. કુદરત દ્વારા તેમને એક અનોખી જ જાતિ અપનાવવામાં આવી છે અને સિદ્દિ લોકો આ પૂરમાં છલાંગ લગાવી વરસાદની મજા માણે છે અને તે લોકો તણાતા નથી. પરંતુ ગમે ત્યાંથી તે કાંઠો શોધી ફરી સહી સલામત બહાર આવી ચઢે છે.