કંડલા : ચીનનો ફર્નિચરનો વેપાર ભારતમાં વાળવા કંડલામાં બનશે ફર્નિચર પાર્ક

New Update
કંડલા : ચીનનો ફર્નિચરનો વેપાર ભારતમાં વાળવા કંડલામાં બનશે ફર્નિચર પાર્ક

કચ્છ જિલ્લાના કંડલામાં આકાર લઇ રહેલા ફર્નિચર પાર્કના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં સેમીનાર યોજવામાં આવ્યો જેમાં વિવિધ ક્ષેત્રના 400થી વધારે ડેલીગેટસે હાજરી આપી હતી.

કંડલા સંકુલમાં ફર્નિચર પાર્ક સ્થાપવાની દિશામાં આગળ વધતા પ્રોજેકટ અંતર્ગતકેન્દ્રીય શિપીંગ અને ફર્ટીલાઇઝર મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં સેમીનાર યોજવામાં આવ્યો. જેમાં ૪૦૦થી વધુ અલગ અલગ ક્ષેત્રમાંથી ડેલીગેશન હાજર રહ્યા હતા કંડલામાં બનનારા ફર્નિચર પાર્કનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે,ભારતમાં ફર્નિચરનું માર્કટ ખુબ મોટું છે. વર્તમાન સમયે પણ દેશના વિકાસ દરમાં ૦.પ ટકા યોગદાન આ માર્કેટ આપી રહયું છે. પરંતુ ફર્નિચર માર્કેટમાં આજે પણ ૮પ ટકા અન ઓર્ગેનાઈઝડ સેકટર છે તેને ઓર્ગેનાઈઝ કરી શકાય તેમ છે. હવે કેન્દ્ર સરકારે તે દિશામાં પ્રયાસો હાથ ધરી અહી ફર્નિચર પાર્ક સ્થાપવાની દીશામાં મજબુતાઈથી આગળ ધપી રહી છે. વર્તમાન સમયે ચીનથી જે ફર્નિચરની આયાત થઇ રહી છે તેને કંડલા તરફ વાળી શકાય તે માટે અદ્યતન સવલતો તથા માળખાગત સુવિધાઓ સાથે સરકાર કંડલામાં ફર્નિચર હબ બન

Latest Stories