/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/WhatsApp-Image-2018-12-23-at-4.26.09-PM.jpeg)
કરજણ તાલુકાની શાહ નાથાલાલ બેચરદાસ હાઈસ્કુલમાંસ્કોલરશીપની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શાળામાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ શાળામાં ગંદકીના પગલે મુઝવણમાં મુકાઈ ગયા હતાં.
કરજણમાં શાહ નાથાલાલ બેચરદાસ સાર્વજનિક હાઈસ્કુલ આવેલી છે. શાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ શાળામાં ગંદકીના અભાવે ત્રાસી ગયા છે. રવિવારના રોજ શાહ નાથાલાલ બેચરદાસ સાર્વજનિક હાઈસ્કુલમાં સ્કોલપશીપની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા આપવા માટે આસપાસના ગામના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ આવ્યા હતાં.
સ્કોલરશીપની પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓ માટે શાળામા પ્રાથમિક સુવિધા જેવી કે મુતરડી શૌચાલયમાં ગંદકી જોવા મળી હતી. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શાળામાં શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલક દ્વારા શાળામાં જ ગંદકી જોવા મળતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જવા પામી છે.
આ શાળામાં મુતરડીમાં ગંદકી અંગે શાળા સંચાલકને ફરીયાદ કરી સફાઇ કરાવવા જણાવાયું હતું પરંતુ શાળા સંચાલક દ્વારા સફાઇ થાય જ છે આજે જ કામદાર નથી આવ્યો જેવા વાલીઓને ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતાં. આસપાસના ગામથી આવેલા લોકોને શાળામાં મુતરડી તેમજ ગંદકીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વાલીઓ દ્વારા બાળકોના સ્વાસ્થયને ધ્યાને રાખી સત્વરે સફાઇ કરાવાય તેવી માંગ ઉઠી હતી.