/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/IMG-20181103-WA0039.jpg)
પોલીસે કુલ રૂપિયા 51 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા બુટલેગરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી
હજુ તો ગતરોજ ભરથાણા ટોલનાકા પાસેથી રૂપિયા સત્તાવીસ લાખ ઉપરાંતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયાના બીજા જ દિવસે આજે પુનઃ એકવીસ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામની સીમમાંથી રીસીકેશ સ્ટ્રક્ચર કંપનીની બાજુમાં આવેલા બારીયા વગામાં કાચા માર્ગની બાજુમાંથી રૂપિયા ૨૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જંગી જથ્થો કરજણ પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ભારે ફ ફડાટ વ્યાપી જવા પામ્યો છે. જ્યારે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા છે.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણ તાલુકાના કુરાલી ગામની સીમમાં આવેલી રિસીકેશ કંપનીની બાજુમાં આવેલા બારીયા વગામાં કાચા માર્ગની બાજુમાં કુલદીપસિંહ ભુપતસિંહ પરમાર નાઓ રહે. અભરા ગામ તા. કરજણ જિલ્લા વડોદરાના નો ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનું પોતાના મળતિયા ઇસમો સાથે મળીને કટિંગ કરવાનો હોય જે બાતમીના આધારે કરજણ પોલીસ મથકના પો સ ઇ આર જી દેસાઇ તથા પો સ ઇ કે એમ રાવલે તેમના સ્ટાફના માણસોને સાથે રાખી સદર જગ્યા ઉપર છાપો મારતા નાની મોટી પેટીઓ નંગ દર હજાર સાતસો ચોસઠ કુલ કિંમત રૂપિયા ૨૧,૭૪,૪૦૦ તથા એક ટાટા ટ્રક નંબર જીજે ૧૬ ડબલ્યુ ૮૮૭૦ કિંમત રૂપિયા બાર લાખ, બ્રેજા ગાડી નંબર જી જે ૦૬ એલ ઇ ૩૯૭૯ કિંમત રૂપિયા નવ લાખ તથા હુન્ડાઇ વર્ના ગાડી નંબર જી જે ૧૬ એ જે ૮૪૯૮ કિંમત રૂપિયા નવ લાખ મળી કુલ રૂપિયા ૫૧,૭૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કરજણ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.