કાર્તિક આર્યનની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ચંદુ ચેમ્પિયન‘ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. હવે નિર્માતાઓએ ચંદુ ચેમ્પિયનની OTT રિલીઝ ડેટ જાહેર કરી છે.

કાર્તિક આર્યન આ ફિલ્મમાં મુરલીકાંત પેટકરની ભૂમિકામાં જોવા મળ્યો છે જે લાખો લોકોને પ્રેરણા આપી રહ્યુ છે. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. કાર્તિક આર્યન દ્વારા દિગ્દર્શિત ચંદુ ચેમ્પિયન‘ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની બાયોપિક  છેજેમણે શારીરિક અક્ષમતા હોવા છતાં હાર ન માની. 

 ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તોકાર્તિક ઉપરાંત વિજય રાજભુવન અરોરાયશપાલ શર્મા અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેની રિલીઝ પહેલા જ કાર્તિક આર્યનની ફિલ્મના ડિજિટલ રાઇટ્સ એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. હવેથિયેટરોમાં રિલીઝ થયાના લગભગ 44 દિવસ પછીઆ ફિલ્મ પ્રાઈમ વિડીયો પર રેંટ પર ઉપલબ્ધ હતી. જો કેહવે ચંદુ ચેમ્પિયન ઓગસ્ટ, 2024 થી પ્રાઈમ વિડીયો પર ફ્રીમાં જોઈ શકાશે.