• નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી કામગીરી

  • કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના

  • કરોડોના બજેટ સાથે ઓવરહેડ લાઈનો હટાવવામાં આવશે

  • અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો યુદ્ધના ધોરણે પ્રારંભ કરાયો

  • વાયર-ફ્રી ગુજરાત‘ ભરોસાપાત્ર પાવર સપ્લાયની નવી ગેરંટી

ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના હેઠળ કરોડો રૂપિયાના બજેટ સાથે ઓવરહેડ લાઈનો હટાવીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે.

ગુજરાતના શહેરો હવે વીજળીના લટકતા જોખમી વાયરોની જાળમાંથી કાયમ માટે મુક્ત થઈ રહ્યા છે. ચોમાસુંઉત્તરાયણ કે નવરાત્રી જેવા તહેવારોમાં શોર્ટ સર્કિટ અને અકસ્માતનો જે ડર રહેતોતેનો હવે અંત આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના હેઠળ કરોડો રૂપિયાના બજેટ સાથે ઓવરહેડ લાઈનો હટાવીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે. પ્રગતિ જ્યારે નાગરિકોની સુરક્ષા સાથે જોડાય છેત્યારે જ સાચો વિકાસ થાય છે. રાજ્ય સરકારના વાયર-ફ્રી સિટી‘ અને વાયર-ફ્રી સ્ટેટ‘ મિશનથી હવે શહેરોની સડકો ખુલ્લી અને સુંદર દેખાશે. આકાશને આંબતી ઇમારતો વચ્ચે નડતરરૂપ બનતા ઓવરહેડ વાયરોને જમીનની અંદર નાખવાની કામગીરીથી અકસ્માતમુક્ત આધુનિક ગુજરાત આકાર લઈ રહ્યું છે.

જોકેઆ બદલાવથી મહેસાણા સહિત રાજ્યના અનેક વિસ્તારોના સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે. અગાઉ ઘરની નજીકથી પસાર થતી વીજ લાઈનોના કારણે રસ્તા પર વૃક્ષો વાવી શકાતા નહોતાજે સમસ્યા હવે દૂર થઈ છે. ફૂટપાથ પરથી વીજળીના થાંભલા હટતાં રસ્તાઓ પહોળા અને સાફ બન્યા છે. રાજ્યની ચારેય વીજ કંપનીઓ UGVCL, MGVCL, DGVCL અને PGVCLના વિસ્તારો માટે રૂ. 500 કરોડનું ખાસ બજેટ ફાળવીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોથી લઈને તમામ નગરપાલિકાઓમાં હજારો કિલોમીટરનું નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરી દેવાયું છે. વાયર-ફ્રી ગુજરાત‘ એ માત્ર વાયરો હટાવવાનો પ્રોજેક્ટ નથીપરંતુ અવિરત અને ભરોસાપાત્ર પાવર સપ્લાયની નવી ગેરંટી છે. ભયમુક્ત વાતાવરણ સાથે ગુજરાત હવે વિકાસ અને સુરક્ષાના એક નવા શિખર તરફ આગળ વધી રહ્યું છે.