-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો
-
પક્ષીઓ માટે કુંડાનું વિતરણ
-
ઉનાળામાં પક્ષીઓને મળશે રાહત
-
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
અંકલેશ્વર શહેરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અનોખી પહેલ કરવામાં આવી છે. એનીમલસ લવર્સ ગ્રુપ અને ફાયર સેફટી એકેડમી દ્વારા સંયુક્ત રીતે આશરે 2 હજાર જેટલા કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ નગરપાલિકા કચેરી સામે યોજાયો હતો.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી અને તેઓને પોતાના ઘરઆંગણે, છત પર અથવા બારી પાસે પાણીના કુંડા મુકવા અપીલ કરવામાં આવી.
આ પહેલને સ્થાનિક નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અનેક લોકોએ ઉત્સાહપૂર્વક કુંડા સ્વીકારી પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો લાગણીસભર સંબંધ મજબૂત બને છે.
