કેવડીયા : મા રેવાનો નિર્મલ પ્રવાહ અને ડેમનો અદભુત નજારો નિહાળો

New Update
કેવડીયા : મા રેવાનો નિર્મલ પ્રવાહ અને ડેમનો અદભુત નજારો નિહાળો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાઇ રહયું છે. ઉપરવાસમાંથી 7.48 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 7.17 લાખ પાણી છોડાઇ રહયું છે. નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર કરી ગઇ છે. હવે ડેમ ઓવરફલો થાય તેવા પણ સંજોગો ઉભા થયાં છે. 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવનાઓ છે. વડાપ્રધાનના આગમનના દિવસે નર્મદા ડેમ 138 મીટરની સર્વોચ્ચ સપાટી સુધી ભરાઇ તેવા પણ ઉજળા સંજોગો છે. હાલ તો રાજય સરકાર અને નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર તૈયારીઓ લાગી ગયું છે.

Latest Stories