જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં જિલ્‍લાના મહેસુલી અધિકારીઓ સાથે મહેસુલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહેસુલી કાયદા, ગણોતધારા, જમીન સંપાદન, પુરવઠા મધ્‍યાહન ભોજન યોજના અંગે થયેલ કામગીરી તેમજ તે અંગેની વિવિધ કલમો અને જોગવાઇઓની વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્‍થિત મહેસુલની વિવિધ કલમો, જોગવાઇઓ અને મુંઝવતા પ્રશ્‍નો અંગે કલેકટર બચાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત કલેકટરએ બાકી રહેલ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલ ડાકોર ફાગણી પૂનમના મેળાની કામગીરીની સમીક્ષા કરી કામગીરીમાં જોડાયેલ સૌ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.