આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિકસના સહયોગથી આયોજિત રાજયની પ્રથમ અંડર-૧૧ એથ્લેટિકસ ભવ્ય રીતે સફળ રહી છે.
તા. ૬ માર્ચથી શરૂ થયેલો રાજયકક્ષાનો આ ચાર દિવસીય રમતોત્સવ જાણે અંડર-૧૧ના બાળકો માટે ઓલમ્પિક હોય તેવો માહોલ સર્જાયો હતો. તેમનામાં ખેલ પ્રત્યેનો જુસ્સો વધુ પ્રબળ બન્યો છે. અનેક બાળકો અહીંથી ઓલમ્પિકસમાં ગોલ્ડ જીતવાના સપનાં લઇને ગયા છે. આ સમાપન મહોત્સવમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, બાળકોની શક્તિઓ બહાર લાવવા વાલીઓ સાથે સરકાર પણ કટીબધ્ધ છે.
સરકાર ખેલ મહાકુંભ દ્વારા બાળકો તેમજ યુવાઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરે તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા છે. આ કોમ્પ્લેકસમાં તાલીમ લઇને ગયેલા રમતવીરોએ ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. સરીતા ગાયકવાડએ પણ અહીંયા જ તાલિમ લીધી હતી. જેને વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ રમત સ્પર્ધામાં ભાગ લેવા આવેલા રમતવીરો એ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ રમતો દ્વારા બાળકોમાં ખેલદિલી જાગે છે. તેઓ ભવિષ્યમાં દુનિયાના દેશોમાં ભારતનું નેતૃત્વ કરશે તેવી આશા છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170