/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/29135206/Untitled-1.jpg)
આંતરરાષ્ટ્રીયવન ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા રાષ્ટ્રીય રમતગમત દિવસે એટલે કે 29 ઓગસ્ટે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે. જે પસંદગી પામેલા પાંચ રમતવીરો માંથી એક છે. મરિયપ્પન ટી (પેરા-એથ્લેટિક્સ), મણિકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (કુસ્તી) અને રાની રામપાલ (હોકી ) રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત કરવાના છે.
નવી દિલ્હી સ્થિત એએનઆઈ ભારતીય ટીમના સ્ટોર્મ ઓપનર રોહિત શર્માને ખેલ રત્ન પ્રાપ્ત થતા તેમણે કહ્યું કે, દેશ દ્વારા કોઈ પણ સન્માન મેળવવું એ એક મોટું પ્રેરણાદાયક પરિબળ છે. અને તે દેશવાસીઓમાં ખુશી અને આનંદ લાવવાનો પ્રયાસ કરશે. દેશનો સર્વોચ્ચ રમતગમત સન્માન હોવાથી ખેલ રત્ન ઍવોર્ડથી સન્માનિત થવામાં હું ગર્વ અનુભવી રહ્યો છું.
બીસીસીઆઈના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં રોહિતે શર્મા એ કહ્યું છે કે, "સર્વોચ્ચ રમતનો સન્માન મેળવી ગર્વની લાગણી મહસૂસ કરું છું. હું આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું અને ખેલ રત્ન માટે મારા નામની ભલામણ કરવા તેમજ સ્વીકારવા બદલ ખેલમંત્રી અને બીસીસીઆઈનો આભાર માનું છું. હું સખત મહેનત કરવાનું વચન આપું છું અને મારા દેશ માટે કામ કરવા માંગું છું. "
વધુમાં તેમણે કહ્યું "આ એક અદ્ભુત સમૂહ છે - જેમાં સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી સામેલ છે જેમણે આપણા દેશ માટે ચમત્કાર કર્યો છે અને દેશને તેનાથી ખુશી મળી છે. આ સૂચિમાં મારા માટે શામેલ થવું એ એક મોટું સન્માન છે. અને હું ખૂબ ખુશ છું.
રોહિત શર્મા એ કહ્યું કે "તમે તમારા દેશ માટે જે કરો છો તેના માટે માન્યતા મેળવવી એ એક મોટુ પ્રેરણાદાયક પરિબળ છે અને હું હંમેશા આપણા દેશમાં ખુશી અને આનંદ લાવવાનો પ્રયત્ન કરીશ. મારા ચાહકો, મારી સપોર્ટ સિસ્ટમ અને મારા પરિવારને ખૂબ ખૂબ આભાર. તમારા વિના તે શક્ય ન હોત. સપોર્ટ કરતાં રહો અને હંમેશા ટીમની પાછળ ઊભા રહો. ખૂબ ખૂબ આભાર. "