કોવિડ-19 : રાજ્યમાં આજે 1115 નવા કેસ નોધાયા, 1305 દર્દીઓ થયા સ્વસ્થ

New Update
કોવિડ-19 :  રાજ્યમાં આજે કોરોનાના 1110 કેસ નોધાયા, 1236 દર્દીઓ થયા સ્વસ્થ

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1115 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 1305 દર્દીઑ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,32,118 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4211 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 12449 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,15,528 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 12384 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1115 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 224, સુરત કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 103, રાજકોટ કોર્પોરેશનમાં 101, મહેસાણા 50, વડોદરા 41, સુરત-31, પંચમહાલ-30, ગાંધીનગર 29, રાજકોટ 28, ભાવનગર કોર્પોરેશન - 23, કચ્છ-23, ભરુચ-22, ગાંધીનગર કોર્પોરેશન-20, જામનગર કોર્પોરેશન-20, ખેડામાં 19 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 8 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3 અને બોટાદમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1305 દર્દી સાજા થયા હતા અને 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 88,89,965 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.82 ટકા છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.