/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/10214048/140583-ffaftevcky-1588072797-e1600095818162.jpg)
ગુજરાત રાજ્યમાં ફરી આજે 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 1334 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને વધુ 17 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 1255 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 114996 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક વધીને 3230 થયો છે.
રાજ્યમાં 1334 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશન 176, અમદાવાદ કોર્પોરેશન 149, સુરત 102, જામનગર કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 98, વડોદરા કોર્પોરેશન 90, રાજકોટ 53, વડોદરા 41, પાટણ 35, કચ્છ 30, અમરેલી 28, બનાસકાંઠા 28, પંચમહાલ 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશન 25, મોરબી 25, ગાંધીનગર 24, દાહોદ 23, જુનાગઢ 21, મહેસાણા 20, ભરૂચ 19, જામનગર 19, સુરેન્દ્રનગર 19, જુનાગઢ કોર્પોરેશન 18, તાપી 18, ગાંધીનગર કોર્પોરેશન 15, ગીર સોમનાથ 15, નવસારી 14, સાબરકાંઠા 11, મહીસાગર 10, ભાવનગર 8, બોટાદ 8, અરવલ્લી 7, ખેડા 6, નર્મદા 6, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, આણંદ 3, પોરબંદર 2, વલસાડ 2, ડાંગ 1 કેસો મળી કુલ 1334 કેસો મળ્યા છે.
રાજ્યમાં આજે 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 95,265 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા થયો છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,501 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 93 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,408 સ્ટેબલ છે.