કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, ભારત-શ્રીલંકાની બીજી T-20 મેચ સસ્પેન્ડ. આજે મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવન સેના માટે આજની મેચ મહત્ત્વપૂર્ણ હતી. તેવામાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા બંને ટીમો વચ્ચેની બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે.
અત્યારે બંને ટીમના ખેલાડીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની બીજી વનડેને કોવિડનાં કારણે શરૂ થવાની કેટલીક સેકન્ડો પહેલાં જ અચાનક પડતી મૂકાઈ હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વેસ્ટઇન્ડિઝના સપોર્ટ સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે બીજી વનડે પહેલા ટોસની સાથે તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મેચને સસ્પેન્ડ કરવી પડી હતી.
આ અંગે BCCI દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે આજે રમાનાર મેચ હવે આવતીકાલે રમાશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170