કચ્છ : ગાંધીધામમાં ધોળા દિવસે કારનો કાચ તોડી બે તસ્કરો 3.38 લાખની રોકડ રકમ લઈને રફૂચક્કર

New Update
કચ્છ : ગાંધીધામમાં ધોળા દિવસે કારનો કાચ તોડી બે તસ્કરો 3.38 લાખની રોકડ રકમ લઈને રફૂચક્કર

કચ્છનાં ગાંધીધામમાં લોકોની અવરજવરથી સતત ધમધમતા ગાંધી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે કારનો કાચ તોડી બે તસ્કરો 3.38 લાખની રોકડ રકમ ભરેલો થેલો લઈને રફૂચક્કર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી.

જશોદાધામ, ચીરઈ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી નાગજી રબારી આંગડીયા પેઢીમાંથી 3.38 લાખની રોકડ રકમ લઈ બીજી આંગડીયા પેઢીમાં ગયા હતા. તેમણે તેમની GJ-12 BR-9655 નંબરની સ્વિફ્ટ કાર રત્નકલા આર્કેડ નામના કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરી હતી. પરત આવીને જોયું તો ડ્રાઈવરની બાજુની સાઈડનો કાચ તૂટેલો હતો અને સીટ પર મુકેલી નાણાં ભરેલી થેલી ગાયબ હતી.

ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈ તપાસમાં પરોવાયો હતો. પોલીસે સીસીટીવી ચેક કરતાં બે બાઈકસવાર તસ્કરોએ ભરબજારે બિન્ધાસ્ત રીતે આ ઘટનાને અંજામ આપ્યો હોવાના ફૂટેજ મળ્યાં છે.

Latest Stories