કચ્છ : ભુજ આરટીઓ કચેરીમાં એજન્ટોને “નો એન્ટ્રી”

New Update
કચ્છ : ભુજ આરટીઓ કચેરીમાં એજન્ટોને “નો એન્ટ્રી”

ભુજની આરટીઓ કચેરીએ એજન્ટ પ્રથા નાબૂદ કરવા કામગીરી આરંભી છે. આરટીઓ દ્વારા પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા માંગવામાં આવી છે. કચેરીમાં એજન્ટ રાજ નાબૂદ કરવા માટે એસપીને પત્ર લખવામાં આવ્યો છે.

ગુજરાતમાં આમ તો વર્ષ-૧૯૮૯થી જ સરકારે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ કરી છે. તેમ છતાંય એજન્ટ પ્રથા નાબૂદ કરવાની વાત માત્ર કાગળ પર જ રહી છે. ભુજની આરટીઓ કચેરીમાં વિવિધ કામોની ફી કરતા વધુ રકમ લઈને બિનઅધિકૃત રીતે એજન્ટો કમાણી કરી રહ્યા હતા. અધિકારીઓ પણ એજન્ટોને પ્રોત્સાહિત કરતાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો કે, સારથી સોફ્ટવેરનો ઉપયોગ પણ એજન્ટો કરતા થઈ ગયા, જેના લીધે ભુજમાં ખોટી બેકલોગ એન્ટ્રીઓ કરી કૌભાંડ આચરાયું હતું. વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે કે, હવે જો આરટીઓ કચેરીમાં એજન્ટો કાર્યરત હશે તો જે-તે આરટીઓ અધિકારીને અંગત જવાબદારી ગણવામાં આવશે અને તેઓ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત મોટરીંગ પબ્લીકને હાલાકી ન નડે તે માટે કચેરીમાં લાયસન્સ ફીથી માંડીને વિવિધ કામો અંગે કેટલી ફી છે તેની વિગતવાર માહિતી સાથે બોર્ડ લગાવવા માટેનો પણ આદેશ કરાયો છે, જેના ભાગરૂપે ભુજ આરટીઓ કચેરીમાં હેલ્પ ડેસ્ક અને વિવિધ સેવાઓની ફીની માહિતી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

Latest Stories