કચ્છના જિલ્લાના ઐતિહાસિક અંજાર શહેરના સ્થાપના દિવસ પ્રસંગે
વિવિધ કાર્યક્રમો સહિત પ્રાથમિક
શાળામાં કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના અંજાર શહેરની સ્થાપના વર્ષ 1475માં થઇ હતી. અંજાર પ્રાચીન ઇતિહાસ પણ ધરાવે છે. અહીં જેસલ-તોરલની સમાધિ સાથે તળાવ, બગીચા સહિત અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. અંજારના સ્થાપના દિવસ નિમિતે
અંજાર પ્રાથમિક શાળા નં.2 ખાતે કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંજાર નગરપાલિકા
પ્રમુખ રાજેશ પલણ, પ્રાંત અધિકારી ડો. વિમલ જોશી, ચીફ ઓફિસર સંજય પટેલ, ઉપપ્રમુખ ધર્મીષ્ઠા ખંડેકા, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, અનવરશા બાપુ તેમજ નગરપાલિકાના હોદેદારો-આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.