/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/09.jpg)
અંજારમાં કંપનીમાં આગ લાગતા 10 કરોડનૂ નુકશાન
કચ્છના અંજાર તાલુકાના વરસામેડી રોડ પર આવેલી પ્લાયવુડ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ફેકટરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે.જેમાં અંદાજીત 10 કરોડનું નુકશાન થવા પામ્યું છે.
કચ્છમાં ભુકંપ પછી અનેક ઔધોગિક એકમો આવેલા છે અને તેમાં પણ ગાંધીધામ , અંજાર , ભચાઉ પટ્ટામાં લાકડાની અનેક ફેકટરીઓ આવેલી છે..તેવામાં અંજાર ના અજાપર નજીક આવેલી એસઆર પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.અંજાર નગરપાલિકા , ગાંધીધામ નગરપાલિકા , ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર , કંડલા ટીમ્બર સહિત ના મળી 10 થી વધુ ટેન્કરો એ પાણીનો સતત મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી.આગમાં ફેકટરી સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા ટોટલ લોશ થયું છે.અંદાજીત 10 કરોડનું નુકસાન થવા પામ્યું છે.
છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન કચ્છમાં કંપનીમાં લાગેલી આ સૌથી મોટી વિકરાળ આગ માનવામાં આવી રહી છે જેમાં દસેક કરોડનું નુકશાન થવા પામ્યું છે.