/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-77.jpg)
ભુજ પાલીકાના વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ભૌમિક વચ્છરાજાનીએ ૧૯૨૬ મતે ઝળહળતો વિજય મેળવીને કોંગ્રેસના ઉમેદવાર ચેતન શાહને પરાજય આપ્યો છે.
ભુજના વોર્ડ નંબર 6 ની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ભૌમિક વચ્છરાજાનીએ અપેક્ષા પ્રમાણે શ્રેષ્ઠ દેખાવ કરીને જીત મેળવી લીધી છે. ભુજની જુની મામલતદાર ઓફિસમાં ડેપ્યુટી કલેકટર વિજયસિંહ જાડેજા, મામલતદાર શુશીલ પરમાર, નાયબ મામલતદારની હાજરીમાં મતગણતરી યોજાઈ હતી. ભુજ નગરપાલિકાની વોર્ડ નંબર ૬ ના પરિણામ દરમ્યાન કુલ ૧૩ બુથની મતગણતરી ચડાવ ઉતારભરી રહી હતી.
શરૂઆતમાં પાટવાડીગેટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ચેતન શાહ ને સારા એવા મત મળ્યા હતા. પરંતુ ભાજપના ભૌમિક વચ્છરાજાની શરૂઆત થી જ આગળ રહ્યા હતા. ભૌમિકે કુલ ૩૪૩૫ મત મેળવ્યા હતા. તો, જૈન વિસ્તારોમાં પણ બહુમતી રહી હતી. પરાજિત થયેલા કોંગી ઉમેદવાર ચેતન શાહે પ્રજાનો ન્યાય શિરોમાન્ય છે. તેવું નિવેદન આપ્યું હતું. તો વિજેતા ઉમેદવાર ભૌમિકે પ્રજાનો આભાર વ્યક્ત કરી વોર્ડમાં વિકાસકાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.