કચ્છ:નખત્રાણાના મુખ્ય રસ્તાઓ પર આખલા યુદ્ધથી લોકો ત્રસ્ત

New Update
કચ્છ:નખત્રાણાના મુખ્ય રસ્તાઓ પર આખલા યુદ્ધથી લોકો ત્રસ્ત

નખત્રાણામાં રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે.જેનો ભોગ રાહદારીઓ બની રહ્યા છે.રસ્તે થતી બુલફાઈટમાં અવાર નવાર લોકો ઝપેટમાં ચડી જતા હોસ્પિટલના બિછાને જવાનો વારો આવ્યો છે.

ભરબજારે અવારનવાર આખલાઓ વચ્ચે થતી લડાઈમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ જતો હોવાથી આવા રખડતા પશુઓને પાંજરે પુરવા સામે રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયતના નિર્દય વલણ થી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નખત્રાણાએ કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. અહીંની મુખ્ય બજારમાં બે આખલાઓ ભર બજારમાં લડાઈ કરતા નજરે પડે છે. આવા બનાવો અહીં રોજિંદા બન્યા છે.

Latest Stories