/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-58.jpg)
કચ્છની એકતાના સૂત્રને બાંધનારો દિવસ એટલે અષાઢી બીજ..અંદાજે 800 વર્ષ પૂર્વે રાજાશાહીના શાસન દરમિયાન રાજાને લીલોતરી ગમતી અને તે વખતે અષાઢ મહિનામાં હરિયાળી થઈ જતા રાજાએ ત્યારથી આ દિનથી કચ્છી નવુ વર્ષ ઉજવવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો.
દરિયાના સાગર ખેડુઓ હોય કે , ખેડૂતો , નવી ચીજ વસ્તુ કે કાર્યો પણ આજના દિનથી જ પ્રારંભ કરવામાં આવે છે વાસ્તુ તેમજ સંયોગની દ્રષ્ટિએ આ દિન શુભ હોઈ કચ્છવાસીઓ માટે મહત્વનો દિન છે એ દિવસે હિન્દૂ - મુસ્લિમ સૌ કોઈ એકબીજાનું મો મીઠું કરાવી નવા વર્ષની શુભકામના મુબારકબાદી આપે છે.જિલ્લા મથક ભૂજ સાહિત ક્ચ્છ જિલ્લામાં તેમજ જ્યાં જ્યાં કચ્છી વસે છે તે મુંબઈ સહિત વિશ્વમાં પણ નવા વર્ષની ભારે ઉત્સાહભેર ઉજવણી થાય છે.
કચ્છની પ્રજા માટે આજનો દિવસ ઐતિહાસિક પર્વ અને ગૌરવપૂર્ણ દિવસ છે કચ્છ એ રાજ્ય અને દેશનો સૌથી મોટો જિલ્લો છે તો અહીં રણ, દરિયાઈ , અને જમીનનો વ્યાપ સાથે બે મોટા બંદરો , સેંકડો ઉદ્યોગો , વાઈટ રણ , રાજાશાહી વિરાસતો આવેલી હોઈ જીલો અનેકરીતે મહત્વ ધરાવે છે.કચ્છી નવા વર્ષની કચ્છી ભાષામાં શુભકામનાઓ આપીએ તો , મીઠો અસાજો ક્ચ્છ ,મીઠા અસાજા માણું ,હલ ભા કચ્છ તે કચ્છી નયે વરજી મણી કે લખ લખ વધાઈયું....પાંજો કચ્છડો બારેમાસ