ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી
પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવ
આગેવાનોએ આપી હાજરી
ધારાસભ્યોએ માતાજીની આરતી ઉતારી
આઈ.જી.સંદીપ સિંહે ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા
ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આગેવાનોએ હાજરી આપી જગત જનની માં જગદંબાની આરતી ઉતારવાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી
ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે ગરબા મહોત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે ગતરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વડોદરા રેન્જના આઈ. જી.સંદીપ સિંહ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને જગત જનની માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.આ પ્રસંગે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપ સિંહે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે તે બદલ તેઓએ ભરૂચ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા
