/connect-gujarat/media/post_banners/932cad1c511fd71a8b09bab4fe2f735cd9132fee54971c2e3bde3d42f6f0868b.webp)
અત્યારે ઉનાળો બરાબર નો જામ્યો છે અને ગરમીથી રાહત મેળવવા માટે મોટા ભાગના લોકો એસીનો સહારો લે છે. પરંતુ અતિશય ગરમીના કારણે એસીમાં આગ લાગવાની શકયતાઓ વધી જાય છે. જેમાં બ્લાસ્ટ થઈ શકે છે. તાજેતરમાં જ અમેરીકાના એક ઘરમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી. અને એસીમાં થયેલા બ્લાસ્ટના કારણે 29 લોકોના મોત થયા હતા.
એસીમાં બ્લાસ્ટ થવાનું સૌથી મોટું અને મુખ્ય કારણ
એસીમાં રેગ્યુલર સર્વિસ ના કરાવવાથી બ્લાસ્ટ થવાની સકયતાઓ વધી જાય છે. રેગ્યુલર સર્વિસ ના કરાવવાથી તેમાં ધૂળ જામી જાય છે. અને તેના કારણે એસી વધારે હિટ પકડે છે. એસી વધારે પડતું ગરમ થવાના કારણે આવા ઇશ્યૂ ઊભા થતાં હોય છે. અને તેમાં આગ લાગવાનુ જોખમ વધી જાય છે.
એસીની આસપાસ ના રાખશો ફ્લેમેટલ મટિરિયલ
એર કંડિશનરની આસપાસ કાગળ, પાંદડા અને ભંગારની વસ્તુઓનો ખડકલો કરવો એ આગ લાગવાની સંભાવનાને વધારી દે છે. તેનું કારણ છે કે એસીને ચાલુ કરતાં તેની પછાડથી ગરમ હવા નીકળે છે. આને આ હવા કાગળ, પાંદડા કે ભંગારના સમાન પર આગ લગાવી શકે છે.
એસીમાં કયારેય નકલી પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
એર કંડીશનરમાં કોઈ નવો પાર્ટસ નાખવાનો થાય તો પહેલા એ તપાસ કરી લો કે તેમા ભૂલથી પણ કોઈ નકલી પાર્ટસ નાખવામાં ન આવે. અને તેમ છતા જો આ રીતે નકલી પાર્ટસ નાખવામાં આવશે તો આવી દુર્ઘટના બનવાનું કારણ બની શકે છે. જેના પરિણામે એર કંડીશનર ધીમે ધીમે ખરાબ થઈ જાય છે અને છેલ્લે તે બંધ થઈ જાય છે.
એસીમાં આગ લાગતાં પહેલા આ રીતે બચી શકાય છે
સમયસર એસીની સર્વિસ કરાવો
એર કંડીશનરની પ્રોપર રીતે સફાઈ કરાવી તેની સમય સમય પર સર્વિસ કરાવવી જોઈએ. અને જો તેની સમયસર સર્વિસ નહી કરાવો તો તેના એર વેન્ટ્સ, ફિલ્ટર્સ, કોઈલ અને ફેનમાં ગંદકી અને ધૂળની રજકણો જામી જશે. આ જમા થયેલી ધુળ અને ગંદકી સામાન્ય રીતે એસીમાથી આવતી હવાને અવરોધ ઊભો કરે છે. જેના કારણે એસીની કાર્યક્ષમતા પર અસર થાય છે. અને તેમા આગ લાગવાનું જોખમ વધી જાય છે.