/connect-gujarat/media/post_banners/eb3d9165140b97016348a5a70ac75e9ef299a17ad85cec6c795e8a04687e0ac0.webp)
શું તમે જાણો છો કે કેલ્શિયમથી ભરપૂર દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ સારું નથી પરંતુ ત્વચાની સંભાળ માટે પણ ઘણું સારું છે. કારણ કે તેમાં રહેલા પોષક તત્વો માત્ર તમારા દાંત અને હાડકાંને જ મજબુત બનાવતા નથી, પરંતુ શુષ્ક, નિર્જીવ અને પિમ્પલ-પ્રોન ત્વચાને પણ અગણિત ફાયદા આપી શકે છે. ત્યારે અમે તમને ફેસ પેક માટે દહીંના આવા ઉપયોગ વિશે જણાવીશું જે તમને બજારમાં ઉપલબ્ધ મોંઘા પેક કરતાં પણ વધુ અસરકારક છે.
દહીં અને હળદર :-
દહીં અને હળદરથી ઘરે જ અદ્ભુત ફેસ પેક બનાવી શકાય છે. આ માટે તમારે 2 ચમચી દહીંમાં એક ચપટી હળદરનો પાવડર મિક્સ કરવો પડશે. આ પછી આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો અને તેનાથી મસાજ કરો. આ પછી, તેને ઓછામાં ઓછા 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
દહીં અને પપૈયા :-
પપૈયાને દહીંમાં મિક્સ કરીને પણ ફેસ પેક બનાવી શકાય છે. તેને બનાવવા માટે સૌપ્રથમ પપૈયાની છાલ કાઢી તેના 2-4 ટુકડા કરો અને પછી તેમાં દહીં ઉમેરો. આ પછી, આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને તેને છોડી દો. જ્યારે તે સુકાઈ જાય તો તેના પર થોડું ગુલાબજળ છાંટીને હળવા હાથે માલિશ કરો અને ધોઈ લો.
દહીં અને મધ :-
દહીં અને મધનો ફેસ પેક બનાવવા માટે 2 ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરો અને પછી તેને ગરદન અને ચહેરા પર સરખી રીતે ફેલાવો. 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. તમે જોશો કે છિદ્રો કડક થઈ ગયા છે અને ત્વચા હાઈડ્રેટેડ દેખાય છે.