/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-77.jpg)
આખરે અલ્પેશ ઠાકોરને લઇ ચાલતી અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે આખરે છેડો ફાડયો છે. પોતાના ફેસબુક એકાઉન્ટ પર અલ્પેશ ઠાકોરે રાજીનામુ પોસ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ ક્ષત્રિય ઠાકોર સેનાની એક બેઠક મળી હતી.
જે બેઠકમા અલ્પેશ ઠાકોરને 24 કલાકનુ અલ્ટીમેટમ પણ આપવામા આવ્યુ હતુ. જે બાદ અલ્પેશના કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળો મોટા પાયે સર્જાય હતી. તો અલ્પેશનુ રાજીનામુ પડતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ગેલમા આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પુર્વે અલ્પેશ ઠાકોર મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા. તે સમયે તેમની ભાજપમા ભળવાની વાતને વેગ મળ્યો હતો. જો કે તે બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમા રહી સંઘર્ષ કરશે તેવુ જણાવ્યું હતું.
જો કે ગઈકાલે ઠાકોર સેનાની મિટીંગ મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાત મુકી દીધાના સમાચાર પણ સામે આવી હતા. જે સમાચાર બિજા કોઈએ નહી પરંતુ અલ્પેશ ઠાકોરના સૌથી નજીકના ગણાતા ધવલસિંહ ઝાલાએ મિડીયાને પ્રેસ કોન્ફરન્સ કરી આપ્યા હતા. તો બીજી તરફ જૂનાગઢમા પત્રકારો સાથેની વાતચીતમા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે કોંગ્રેસ તૂટી રહી છે. અલ્પેશ સહિત બધા અમારા સંપર્કમા છે. ત્યારે આગામી દિવસોમા અલ્પેશ ઠાકોર ભાજપનો કેસરી ખેસ પહેરે છે કે કેમ તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે.