વૈશ્વિક બજાર માંથી મળતા પોઝિટિવ સંકેતના પગલે આજે ભારતીય બજારો પણ વધારા સાથે ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 81.70 પોઈન્ટના વધારા સાથે 57651.95 પર ખુલ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 29.70 પોઈન્ટના વધારા સાથે 17188ના સ્તર પર ખુલ્યો હતો.
નિફ્ટીમાં પણ ટોપ ગેઈનર્સમાં એમએન્ડએમ, સિપ્લા, મારુતિ સુઝુકી, પાવર ગ્રિડ કોર્પ, હિન્દાલ્કો ના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં એમએન્ડએમ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ શેર જોવા મળ્યા. નિફ્ટીમાં સન ફાર્મા, બ્રિટાનિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, એચયુએલ શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ, ટાટા મહિન્દ્રા, ટીસીએસ શેર રહ્યા. આ સપ્તાહે શેરબજારોની દિશા આર્થિક આંકડા, કંપનીઓના ત્રિમાસિક પરિણામ, નીતિગત વ્યાજ દરો પર રિઝર્વ બેંકના નિર્ણય અને વિદેશી કોષોના વલણ નક્કી કરશે.
