/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/the-things-they-carried-study-guide_309865_large.jpg)
પરીક્ષા કેન્દ્ર બદલવાની છૂટછાટ પણ આપવા મુદ્દા પણ ચર્ચા કરાઇ
ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આજે ગાંધીનગર ખાતે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. તેમાં નિર્ણય લેવાયો છે કે હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રાત્રિશાળા શરૂ થઇ શકે છે.
પ્રામાણિક-તેજસ્વી વિદ્યાર્થી ઇચ્છે તો તેમને પરીક્ષા કેન્દ્ર બદલવાની છૂટછાટ પણ આપવા મુદ્દા પણ ચર્ચા થઇ. આજે મળેલી બેઠકમાં બે મહત્વના મુદ્દા પર એક મુદ્દો એ હતો કે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો જે મજૂરી કરવા જતાં હોય છે. તેમનું શિક્ષણનું સ્તર ઉંચું લાવવું હોય તો રાત્રિશાળાને મંજૂરી આપવા પડશે.
આ મુદ્દે ચર્ચા થઇ અને તેને લીલીઝંડી આપી દેવામાં આવી છે. જે બાળકો રેગ્યુલર અભ્યાસ માટે સ્કૂલે જઇ શકતા નથી તેમના માટે આ એક સારો નિર્ણય છે. હવે જો કોઇ સ્કૂલ રાત્રિશાળા ચલાવા માટે તમામ સુવિધા આપવા સજ્જ હોય અને માંગણી કરશે તો તેને મંજૂરી અપાશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાત્રે ૯ થી ૧૨ની સ્કૂલ ચાલે છે. જ્યારે ગુજરાતમાં દિવસ દરમ્યાન જ શાળા ચાલે છે.