અંકલેશ્વર જીઆઇડીસીમાં ભરાય છે શનિવારી બજાર

શનિવારી બજારના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ

ઉદ્યોગો મંડળ દ્વારા લારી ગલ્લા અંદરથી ખસેડાયા

કોસમડી ગામની હદમાં ભરાય છે બજાર

આવનારા સમયમાં હાથ ધરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. જીઆઇડીસીના વિવિધ વિસ્તારો તેમજ સ્ટેટ હાઇવે પર શનિ અને રવિવારના રોજ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા અંદર ખસેડવામાં આવ્યા હતા.શનિવારી બજાર  કોસમડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ખાનગી પ્લોટમાં ચાલે છે જેના કારણે  નોટિફાઇડ એરીયા ઓથોરીટીના હદ વિસ્તારમાં ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ઉદ્યોગ મંડળ દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવશે.

શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને લારી તેમજ કેબીનો ઉભી કરી દેવામાં આવે છે જેના કારણે વાહનોની ગતિ અવરોધાય છે અને તેના કારણે અંકલેશ્વર તેમજ વાલીઓને જોડતા સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે વાહનચાલકો અટવાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે અત્યંત જરૂરી છે.