-
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ
-
ક્રિશી રસાયણ કંપનીમાં આગ
-
ભીષણ આગ ફાટી નિકળી
-
15 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ
-
3 કામદારોને ધુમાડાની અસર
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ ક્રિશી રસાયણ કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા તરત જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.આ આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના 15થી વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ભારે મહેનત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો.આગ લાગવાના સમયે કંપનીમાં આશરે 80 જેટલા કામદારો હાજર હોવાનું જણાવાયું છે. ધુમાડાની અસરને કારણે 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.આ આગની ઘટનામાં કંપની પરિસરમાં ઉભેલા 2 વાહનો પણ બળી ને ખાક થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
