ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મા એસો.ના સભ્યોએ કચેરી બહાર જ કેક કાપી ફટાકફા ફોડી અનોખી રીતે ઉજવણી કરી હતી
ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને ACB દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હોવાના પગલે ગુજરાત ફાર્મસીસ્ટ એસો. દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી ‘ભ્રષ્ટાચાર દૂર કરો’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. GPA દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાઇસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો છે.GPAએ માંગ કરી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.
