Connect Gujarat
Featured

હવામાન વિભાગની આગાહી : આવનારા 24 કલાકમાં દેશના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી :  આવનારા 24 કલાકમાં દેશના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
X

ભારતીય હવામાન વિભાગે દિલ્હી એનસીઆર અને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં ગુરુવારથી રવિવાર સુધી સામાન્ય વરસાદની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં આવેલા ઈરાની ચક્રાવાત નિવાર ખતમ થયું નથી કે એક અન્ય ચક્રાવાત દસ્તક આપી રહ્યું છે. હવામાન વિભાગે તેને લઈને પણ એલર્ટ જાહેર કર્યું છે.

https://twitter.com/Indiametdept/status/1332259239520190471?s=20

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. આવનારા 24 કલાક સુધી તે તાકાતવર રહી શકે છે. આ વખતે ફરી એકવાર વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 2 ડિસેમ્બરે દક્ષિણ ભારતમાં તેની અસર જોવા મળી શકે તેવું અનુમાન કરાયું છે. પહાડોમાં બરફવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. બરફના કારણે ચાલી રહેલા ઠંડા પવનોના કારણે પારો વધુ ગગડી શકે છે. આ સાથે જ 1 ડિસેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદ પણ થઈ શકે છે. આવનારા અઠવાડિયાના અંત સુધી જમ્મૂ કાશ્મીરમાં પણ બરફવર્ષા થવાનું અનુમાન છે.

Next Story