સરોધી ગામ ખાતે કરવામાં આવ્યું ગ્રામસભાનું આયોજન
રેતી પ્લાન્ટ સહિતના વિવિધ મુદ્દે ગ્રામસભાનું આયોજન
રેતીના પ્લાન્ટથી ગામમાં થતી મોટી નુકશાની : ગ્રામજન
ગ્રામજનોએ તંત્રના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી
આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોનો હોબાળો
વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકશાની થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા આજરોજ યોજાયેલી ગ્રામસભા ઉગ્ર બની હતી.
વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે રેતી પ્લાન્ટ આવેલો છે. જોકે, રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકશાની થઈ રહી છે. જેના પગલે ગ્રામજનોએ તંત્રના અધિકારીઓને અનેકવાર રજૂઆત પણ કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે આજરોજ સરોધી ગામ ખાતે રેતી પ્લાન્ટ સહિતના વિવિધ મુદ્દે ગ્રામસભા યોજાય હતી. જેમાં ગ્રામજનોએ ભારે હોબાળો મચાવતા ગ્રામસભામાં ઉગ્ર બની હતી. ગામમાં રેતી પ્લાન્ટનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલો સામાન્ય સભા ઉપર ઢોળી લૂલો બચાવ કર્યો હતો. સરોધીના ગ્રામજનોએ રેતી પ્લાન્ટનો ઉગ્ર વિરોધ નોંધાવતાં ગ્રામસભા દરમ્યાન માહોલ ગરમાયો હતો.