અમેરિકા અને ભારત સહિત અનેક દેશોમાં YouTube ઠપ્પ થઇ જતાં કરોડો યુઝર્સ પરેશાન થયા છે.  ડાઉનડિટેક્ટર અનુસાર, લાખો યુઝર્સએ એપ્લિકેશન, વેબસાઇટ અને લાઇવ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓ આવતી હોવાથી યુઝર્સ આ મામલે ફરિયાદ કરી રહ્યાં છે. 

મંગળવારે રાત્રે વિશ્વના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબની સેવાઓ અચાનક ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લાખો યુઝર્સ  ખાસ કરીને યુ.એસ.માં પ્રભાવિત થયા હતા. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, યુ.એસ.માં લગભગ 2,83,490 લોકોએ યુટ્યુબ ઍક્સેસ કરવામાં અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

ડાઉનડિટેક્ટરની પોસ્ટ અનુસાર, ‘યુઝર રિપોર્ટ્સ સૂચવે છે કે યુટ્યુબ ટીવીમાં 8:13 PM EST થી સમસ્યાઓ છે.’ એટલે કે, સમસ્યાઓ યુએસ સમય મુજબ રાત્રે 8:13 PM પછી શરૂ થઈ હતી. આ આઉટેજ ફક્ત અમેરિકા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાંથી પણ ફરિયાદો મળી હતી.