યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે એક પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવી રહ્યા છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હોવાથી મોટા સંઘર્ષની આશંકા વચ્ચે ભારત પૂર્વ યુરોપીય દેશના તેના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને મદદ કરવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.તેના વિકલ્પો શું હોઈ શકે તેની ચર્ચા કરવામાં આવી છે.

રસ્તા દ્વારા, યુક્રેનની સરહદે આવેલા અન્ય દેશોમાં પ્રવેશ થવો જોઈએ. ભારત સરકાર અન્ય દેશો સાથે વાત કરશે કે VISA વિના, તેમને ફક્ત ભારતીય પાસપોર્ટ પર જ તે દેશોમાં આવવા દેવામાં આવે. નેવુંના દાયકામાં કુવૈત કટોકટી વખતે પણ ભારતે આવું કર્યું હતું.