New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/DRjPYbfUIAAsK97.jpg)
જેતપુરનાં એક ઉદ્યોગપતિને કાંધલ જાડેજાના નામથી ખંડણી માટે ફોન આવ્યો હતો
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દ્વારા સમન્સ પાઠવ્યું છે. કાંધલ જાડેજાના નામે અજાણ્યા શખ્સોએ જેતપુરના એક ઉદ્યોગપતિને ફોન કરીને ખંડણી માંગવા બાબતે થયેલી ફરિયાદમાં ફોન કરનાર કાધલ જાજેડા પોતે જ છે કે અન્ય કોઈ વ્યક્તિ તે સંદર્ભે ખુલાસો આપવા જણાવાયું છે.
જેતપુરના ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માંગવાના મુદ્દે એક તબક્કે ઉદ્યોગપતિઓમાં પણ ભય ફેલાયો હતો. જેને લઈને ઉદ્યોગપતિઓવી એક મિટિંગ પણ યોજાયી હતી. ખંડણીના મામલે ઉદ્યોગપતિએ મંત્રી જયેશ રાદડિયાને પણ રજૂઆત કરી હતી.
હવે કાંધલ જાડેજા રાજકોટ પોલીસમાં જવાબ આપે ત્યાર બાદ જ ખબર પડેશે કે સાચુ શું હતું? હાલમાં તો કાંધલ જાડેજા પાસે જવાબ લેવા માટે પોલીસે સમન્સ મોકલ્યું છે.
Latest Stories