મુંબઈના કાંદિવલી એરિયામાં એક ઇમારત ધરાશાયી થઇ હોવાના સમાચાર છે. ઇમારત પડવાની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે.

ઘટનાને પગલે પોલીસ કાફલો તેમજ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.