ભારતમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ છે જેમને બેંક પાસેથી ઓછા વ્યાજે મોટી મોટી લોન લીધી હોય અને ત્યારબાદ બેંકો સાથે ફોર્ડ કર્યું હોય તેવી અનેક કંપનીઓ છે. ત્યારે વધુ એક કંપનીનું યસ બેન્ક સાથે કરોડો રૂપિયાની ફોર્ડ કરી હોવાની ફરિયાદ CID ક્રાઈમમાં કરવામાં આવી છે. આ ફરિયાદ યસ બેન્ક દ્વારા કરવામાં આવી છે. જેમાં મુંબઇ અને લંડનમા ઓફિસ ધરાવતી કોક્સ એન્ડ કિંગ્સ ગૃપ કંપનીના માલિકોએ યસ બેંક પાસેથી 1108 કરોડ રૂપિયાની લોન લઈને ખોટા વાર્ષિક હિસાબો બનાવીને રજૂ કરતા 3 લોકો સામે સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.યસ બેંકમાં ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે નોકરી કરતા સંદીપ મનોહર મહેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોક્સ એન્ડ કિંગ્સ ગૃપની ઇઝીગો વન ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ લિમિટેડ દ્વારા યસ બેંક પાસે લોનની માગણી કરી હતી, ત્યારે યસ બેંકે વર્ષ 2018મા 1400 કરોડની લોન મંજૂર કરી હતી.
જે લોન માંથી વર્ષ 2018મા અબુ ધાબી કોમર્શિયલ બેંક જે હાલમાં યુએઇ ખાતે છે, તેને વેચવામા આવેલ લોન એક વિદેશી કંપનીને આપવાની હોવાથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવેલી યસ બેંક મા બુક કરાવી હતી. કરાર મુજબ વ્યાજ અને મુદ્દલ દર ત્રણ મહિને લોન એકાઉન્ટમાં જમા થતું હતું, પરંતુ નવેમ્બર 19 થી 90 દિવસ સુધી નાણાં ન ચૂકવાતા ખાતાને એનપીએ જાહેર કરાઈ હતી. જ્યારે યુકે કોર્ટના હુકમ મુજબ ડિસેમ્બર 20 મા પોલ વિલિયમ્સ અને જેમ્સ કૂકને ડફ એન્ડ પેલ્સ એન્ડ પેલ્સના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક આપી હતી. જે દરમિયાન જૂના રેકોર્ડ તપાસવામાં આવતા સામે આવ્યું હતું કે, પેલ કંપની દ્વારા નાણાકીય વર્ષ 2018-19ના વાર્ષિક હિસાબો બનાવટી સામે આવ્યા હતા. કંપનીના ઓડિટરની પૂછતા આ પ્રકારની કોઇ ઓડિટ રિપોર્ટ્સ સાઇન કર્યા ન હતા. પેલ દ્વારા લોન આપી તે પહેલા ધંધાની આવક અને નાણા બેંકના ચૂકવવાના બદલે અન્યત્રે ટ્રાન્સફર કરી ઉચાપત કરતા ત્રણ ડિરેક્ટર અજય અજીત પીટર કેલકર (રહે, મુંબઇ), એન્થોની બુટન મેરીક ગુડજે (લંડન) અને અભિષેક ગોયંકા (રહે, લંડન)ની સામે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં 1108 કરોડની ઉચાપત ની ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ આરંભી હતી.
