/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/modi.jpg)
છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર બંધ થતા પહેલા વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારની કમાન સંભાળશે.
રાયપુરના છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી.
વડાપ્રધાને કહ્યું કે, ભાઈબીજના તહેવારના દિવસે તમારી પાસે કંઈ માંગવા આવ્યો છે. અત્યાર સુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન થયા છે, તેમાં સૌથી વધુ વાર હું બસ્તર આવ્યો છે. જ્યારે પણ અહીં આવ્યો છે ખાલી હાથ ગયો નથી. મોદીએ કહ્યું કે, પહેલાની સરકારનો ધંધો તારા-મારાનો હતો, હું આજે મારી જવાબદારી નિભાવવા આવ્યો છું. જવાબદારી પ્રમાણે અહીંના લોકોની મુશ્કેલી દૂર કરવાની છે. પહેલાની સરકાર મારા-તારામાં રમી, પરંતુ અમારો ઈરાદો બધાનો સાથ બધાનો વિકાસ છે. છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે.